સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ
શાળામાં શિક્ષક દિનની ખાસ ઉજવણી કરવામાં આવી
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ રહ્યા વિશેષ ઉપસ્થિત
જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
મોટી સંખ્યામાં શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા
વલસાડ શહેરની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વલસાડ શહેરની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને શિક્ષકોને પારિતોષિક આપી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાના આ શિક્ષક સન્માન સમારંભમાં જિલ્લા કક્ષાએ 4 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 7 શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જે પ્રમાણે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યા છે, તેને લઈને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓને વાલીઓ પણ ઉત્સાહિત છે. વીજ રાહતને લઈને ઉર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં આપણી જે વીજ કંપનીઓ વીજ ડિસ્ટ્રીબ્યુશન કરે છે, તે નંબર વન કંપનીઓ છે. વીજ કંપનીની કાર્ય પદ્ધતિમાં પણ જે પ્રમાણે સુધારો આવ્યો અને ગુણવત્તામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ, GST મુદ્દે પણ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સામાન્ય લોકોને ઘણો લાભ થશે. ચોક્કસપણે આની અસર ગુજરાત સરકારની આવક પર થશે. પરંતુ જેમ જેમ સુવિધાઓ સામાન્ય લોકોના હાથમાં આવશે, તેમ તેમ આનો વપરાશ પણ વધશે અને GSTની આવકમાં પણ વધારો થશે, જેથી સામાન્ય લોકોને ફાયદો થશે.