વલસાડ : વાપી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટ યોજાશે,મનપાના ઓળખ સમા  લોગો માટે સ્પર્ધાનું આયોજન

પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • વાપી પાલિકને મળ્યો છે મનપાનો દરજ્જો

  • મનપાનું યોજાશે પ્રથમ બજેટ

  • વિકાસલક્ષી કર્યોને મળશે વેગ

  • મનપાના લોગો માટે સ્પર્ધાનું કરાયું છે આયોજન

  • પસંદગી પામનાર કલાકારને મળશે રૂ.21000નું રોકડ ઇનામ  

Advertisment

વલસાડ જિલ્લાના વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાના વર્ષ 2025-26 માટે પ્રથમ વિકાસશીલ બજેટ તૈયાર કરવામાં આવનાર છે.મનપા વિસ્તારમાં આવતા 11 ગામોના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આ બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શહેરના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાસેથી 31 જાન્યુઆરી 2025 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.મનપા દ્વારા આગામી બજેટમાં અંદાજે 400 થી 500 કરોડની જોગવાઈ કરવામાં આવશે.જે વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ થશે. 

આ ઉપરાંત વાપી મહાનગરપાલિકાએ પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે.મનપાએ પોતાના આધિકારિક લોગોની ડિઝાઈન માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છેજેમાં શહેરની વિશિષ્ટ ઓળખ અને લેન્ડમાર્કને પ્રતિબિંબિત કરતો લોગો બનાવવાનો રહેશે.સ્પર્ધામાં ભાગ લેનારા કલાકારોએ આવતા અઠવાડિયામાં પોતાની ડિઝાઇન મહાનગરપાલિકાના ઈ મેઈલ પર સબમિટ કરવાની રહેશે.

મનપાએ નિયુક્ત કરેલી વિશેષ લોગો પસંદગી સમિતિ તમામ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરશે અને શ્રેષ્ઠ ડિઝાઈનની પસંદગી કરશે.વિજેતા કલાકારને રૂપિયા 21000નું રોકડ ઇનામ આપવામાં આવશે.પસંદ કરાયેલો લોગો વાપી મહાનગરપાલિકાની આધિકારિક ઓળખ બનશે અને તેનો ઉપયોગ મનપાની તમામ સ્ટેશનરીલેટરહેડબિલ્ડિંગ અને અન્ય સત્તાવાર દસ્તાવેજો પર કરવામાં આવશે.

Latest Stories