વલસાડ : ગાંધીજીના હત્યારાને ચિતરાયો "હીરો", રમતગમત અધિકારીએ ગુમાવી નોકરી

મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની જામનગરમાં પ્રતિમા સ્થાપવાનો વિવાદ માંડ શાંત પડયો છે

New Update

મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની જામનગરમાં પ્રતિમા સ્થાપવાનો વિવાદ માંડ શાંત પડયો છે તેવામાં વલસાડમાં બાળ પ્રતિભા શોધ અંતર્ગત યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં મારો આર્દશ નાથુરામ ગોડસે વિષય રાખવામાં આવતાં વિરોધનો વંટોળ ઉઠયો છે....

Advertisment

વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં 'મારો આદર્શ નાથુરામ ગોડસે' વિષય પર ગાંધીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ રાજયભરમાં ચકચાર મચી ગઇ છે. આખી ઘટનાની વાત કરવામાં આવે તો રાજય સરકારના સેવા સંસ્કૃતિ બોર્ડના ઉપક્રમે બાળ પ્રતિભા શોધ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં એક ગૃપમાં સ્પર્ધકો માટે રાખવામાં આવેલાં વિષયોમાં એક વિષય મારો આર્દશ - નાથુરામ ગોડસે રાખવામાં આવ્યો હતો. અને નવાઇની વાત તો એ છે કે, આ વિષય પર વકતવ્ય રજુ કરનારો વિદ્યાર્થી પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. વિવાદ થતાં જ વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભુમિ છે ત્યારે બાપુની ભુમિ છે અને તેવામાં તેમના હત્યારાને હીરો તરીકે ચિતરવો કેટલો યોગ્ય તે પણ એક સવાલ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે મહાત્મા ગાંધીજીના વિચારો માત્ર દેશ નહિ પણ વિશ્વ અપનાવી રહ્યું છે ત્યારે ભાજપ અને આરએસએસ ઇતિહાસ બદલવાની કોશિશ કરે છે મહાત્મા ગાંધીજી ના હત્યારા ગોડસે ને ભાજપ કેમ હીરો બનાવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

Advertisment