સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ
સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું
જિલ્લાના તમામ સફાઈકર્મીનું કરવામાં આવ્યું વિશેષ સન્માન
પોતાના ગામ અને શહેરને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાય
સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત વલસાડ ખાતે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજરોજ તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરતો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ તમામ સફાઈકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાના ગામ અને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.