વલસાડ : કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો...

કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ખાતે વેલસ્પન કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

New Update
વલસાડ : કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો...

કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ખાતે વેલસ્પન કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં વલસાડ-સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ગીરીબાળાબેન દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને મહિલાઓને થતી જાતીય સતામણીની ફરિયાદ ક્યાં કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વલસાડ એડવોકેટ શોભના દાસ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વલસાડ મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઇ દ્વારા સંબંધિત કાયદાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી અંગે વિગતવાર માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ દરેક મહિલાઓ પાસે ‘સંકટ સખી એપ’ ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી જેથી સંકટ સમયે તરત જ જાણકારી મળી શકે. સેમિનારમાં ૧૩૦ મહિલાઓને IEC કીટનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે વેલસ્પન કંપની દ્વારા સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં વેલસ્પન કંપનીમના HR હેડ બ્રીજેશકુમાર શર્મા, લાયઝનિંગ હેડ જમશેદ પંથકી, મેનેજર અવની શ્રીવાસ્તવ, પ્રિસાઇડીંગ ઓફિસર હર્ષિકા પરબ, વેલસ્પન કંપનીના કર્મચારીઓ અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.