New Update
/connect-gujarat/media/post_banners/cb17bbfdab319becc679432b3f4a9844cdd24fb34c4fdbca358a8c0052195ba9.jpg)
સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે વલસાડ જિલ્લામાં સતત પડેલા વરસાદથી ઔરંગા નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
તેવામાં શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે, બરૂડિયાવાડ, કાશ્મીર નગર, તરિયાવાડ, કોસંબા, હનુમાન ભાગડા અને છીપવાડ સહિત દાણાબજારની સ્થિતિ અંગે પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુ ચૌધરીએ જાત માહિતી મેળવી હતી. આ સાથે જ રાહત અને બચાવ કાર્ય અંગે પણ સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.