વલસાડ : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલ દેસાઈની વરણી…

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાય હતી.

New Update

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાય હતી. આ સાથે જ વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કેવાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે. નગરપાલિકાના કુલ 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્યો ભાજપના છેજ્યારે 7 સભ્યો કોંગ્રેસના સભ્યો છે. વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશેત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે.

Read the Next Article

નવસારી : જૂજ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,તો વહીવટી તંત્રએ 27 ગામોને કરાયા એલર્ટ

નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

New Update
  • ભારે વરસાદને પગલે ડેમ થયો ઓવરફ્લો

  • જૂજ ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક

  • જૂજ ડેમમાં પાણી સપાટી 167.55 મીટર પહોંચી

  • ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં છવાયો આનંદ

  • કાવેરી નદીના કાંઠાના 27 ગામ કરાયા એલર્ટ

નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે વહીવટી તંત્રએ વાંસદાચીખલી અને ગણદેવી તાલુકાના 27 નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે.

નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે.જેના કારણે વહીવટી તંત્રએ લોકોને નદી કિનારે ન જવા સૂચના આપી છે. જૂજ અને કેલીયા ડેમથી આખું વર્ષ ખેડૂતો અને ગ્રામજનોને પીવા તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. નવસારી જિલ્લામાં મુખ્યત્વે શેરડીડાંગર અને શાકભાજીની ખેતી થાય છેજેમાં આ ડેમનું પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દર વર્ષે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થવાની ઘટના ખેડૂતો માટે આનંદનો અવસર બને છે. સ્થાનિક લોકો આ પ્રસંગે ડેમ પર જઈને પૂજા-અર્ચના પણ કરે છે. જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો છે. આગામી વર્ષ માટે નહેર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તો બીજી તરફ જૂજ ડેમ ઓવરફ્લો થવાના કારણે વહીવટી તંત્ર દ્વારા કાવેરી નદી કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.