વલસાડ: ઉર્જામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન,ખેડૂતોને 10 કલાક વિજળી આપવા આગામી સમયમાં લેવાશે નિર્ણય

વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સૌ પ્રથમ વખત વલસાડના રેલવે જીમખાના મેદાન પર તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેમ્બર સુધી રાખી અને હસ્તકળા મેળાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ આજરોજ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા જે દિવસ દરમ્યાન 10 કલાક વીજળીની માંગ કરવામાં આવી રહી છે જે બાબતે સરકાર ચિંતિત છે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે

Latest Stories