વલસાડ : ફાયર NOC નહીં લેનાર 3 બેન્ક સહિતની મિલ્કતોને ટાંચમાં લેવાય, પાલિકાની કામગીરથી લોકોમાં ફફડાટ...

વલસાડ શહેરમાં ફાયર NOC નહીં લેનાર મિલ્કતોને ટાંચમાં લેવા માટે નગરપાલિકા દ્વારા કામગરી હાથ ધરવામાં આવી છે

New Update
વલસાડ : ફાયર NOC નહીં લેનાર 3 બેન્ક સહિતની મિલ્કતોને ટાંચમાં લેવાય, પાલિકાની કામગીરથી લોકોમાં ફફડાટ...

વલસાડ શહેરમાં ફાયર NOC નહીં લેનાર મિલ્કતોને ટાંચમાં લેવા માટે નગરપાલિકા દ્વારા કામગરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાએ કેટલીક ઇમરતોને સીલ મારતા અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

નામદાર હાઇકોર્ટ તરફથી ગુજરાત સરકારને મળેલી સૂચના મુજબ, ફાયર NOC નહીં લેનાર મિલ્કતોને ટાંચમાં લેવાની કામગરી જોરશોરથી ચાલી રહી છે. જેને પગલે વલસાડ શહેરના મોટા બજાર સ્થિત આવેલી ફેડરલ બેંક, પંજાબ નેશનલ બેંક તેમજ તિથલ રોડ સ્થિત મહાલક્ષ્મી ટાવરમાં આવેલી બેંક ઓફ બરોડા પાસે ફાયર સેફ્ટીની NOC નહીં હોવાના કારણે પાલિકાએ આ ત્રણે બેંકોને સીલ માર્યું હતું. આ સિવાય શહેરમાં અન્ય મિલ્કતોની પણ પાલિકા દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હોસ્પિટલો, સ્કૂલો, સહિત અન્ય બેંકો અને નવી બની રહેલી ઇમારતોનો પણ સર્વે હાથ ધરવામાં આવનાર છે. વલસાડ નગર પાલિકાની કામગરીના પગલે જે મિલકત ધારકોએ ફાયર સેફ્ટી NOC નથી મેળવી તેઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.