વલસાડ જીલ્લામાં 17 કિલોમીટરના દરિયા કાંઠેથી ચરસના પેકેટ મળી આવતા પોલીસ સહિત સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
વલસાડના દરિયા કિનારેથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે. વલસાડ તાલુકામાં આવેલ ભાગલ ગામ ખાતે દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. ગતરોજ પણ પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરી એકવાર આજે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચરસ મળતા જ તમામ એજન્સીઓ સાથે મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
આ સાથે જ વલસાડની એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને તમામ ચરસનો જથ્થો કબજે લીધું હતું. આ સાથે જ ગતરોજ મળેલા પેકેટ જેવા જ આ પેકેટ દેખાતા હોય, જેને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની છે.. આ સાથે જ સમગ્ર બાબતની જાણ એટીએસને પણ કરવામાં આવી છે. જેમાં કુલ 21,780 કિલો ચરસ મળી આવ્યું છે, જે અંગે વધુ તપાસ તમામ એજન્સીઓ દ્વારા કરાય છે.