વલસાડ : કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે ‘શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સેન્ટર’નું ઉદ્ઘાટન કરાયું

કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ વલસાડ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં તેઓએ ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

New Update
  • કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ધરમપુરની મુલાકાતે

  • શ્રીમદ્ રાજચંદ્ર એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

  • 11 એકરમાં 2 લાખ ચો.ફૂટના વિસ્તારમાં ફેલાયેલું સંકુલ

  • અવનવા કૌશલ્યોમાં પ્રવીણ બનાવવા મહિલાઓને તાલીમ

  • રાજ ઉપહાર અંતર્ગત મહિલાઓના નેતૃત્વ હેઠળ ઉત્પાદન 

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ વલસાડ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતાજ્યાં તેઓએ ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે 11 એકર જમીન પર અંદાજે 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં આવેલું સંકુલ છેજ્યાં સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટેનું એક આધુનિક અને દૂરવૃષ્ટિપૂર્ણ આ પરિયોજના મહિલાઓને અવનવા કૌશલ્યોમાં પ્રવીણ બનાવવાથી લઈને આવકઆત્મવિશ્વાસ અને આગેવાની સુધીની યાત્રામાં સાથ આપી આત્મનિર્ભર બનાવવા માટે એક પૂર્ણ સશક્તિકરણ વર્તુળ રચે છે.

રાજ ઉપહાર અંતર્ગત મહિલાઓના નેતૃત્વ હેઠળના ઉત્પાદન એકમોમાં સુગંધખાદ્ય પદાર્થોવસ્ત્રો અને હસ્તકલા સહિત 200થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે. તાલીમ અને ડિજિટલ લેબમાં 50થી વધુ કૌશલ્યડિજિટલ અને નાણાકીય સાક્ષરતા અભ્યાસક્રમોનું સ્થળ સાબિત થયું છે. આ પ્રસંગે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફોઉંડેશનના ચીફ ગિવિંગ ઓફિસર મનુ શાહઆદિજાતિ વિકાસ-ખાદી-કુટિર અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશ પટેલનાણાં-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી કનુ દેસાઈલોકસભા વ્હીપ અને સંસદ સભ્ય ધવલ પટેલમહારાષ્ટ્ર સરકારમાં કૌશલ્ય-રોજગાર-ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા તેમજ સંસ્થાના ગુરુદેવ રાકેશજી સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories