જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ

સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

New Update
  • ગીર અભયારણ્યમાં વેકેશનનો સમય

  • 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ

  • સાવજોનો સંવનન કાળ થયો શરૂ

  • આ સમય દરમિયાન સિંહ દર્શન રહેશે બંધ

  • આ વર્ષે 8.50 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન

ગુજરાતમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતા ગીર અભયારણ્યમાં હવે વનરાજાનું વેકેશન શરૂ થયું છે,જેના કારણે તારીખ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રખવામાં આવે છે.

ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે. અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે.ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે.દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. 

તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે.2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.વે છે.સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આ

Latest Stories