નર્મદાના સાગબારામાં યોજાયેલ કાર્યક્રમમાં MLA ચૈતર વસાવા અને BJPના આગેવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી !

સાગબારા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમંત્રણ ન મળવા મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્ટેજ પરથી જ અધિકારીઓને ખખડાવી નાંખ્યા

New Update
  • નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો

  • સાગબારમાં યોજાયો હતો કાર્યક્રમ

  • સ્ટેજ પરથી જ ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા

  • મનસુખ વસાવાએ પણ આપ્યો વળતો જવાબ

  • આમંત્રણ ન આપવા મુદ્દે શાબ્દિક ટપાટપી

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમંત્રણ ન મળવા મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સ્ટેજ પરથી જ અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા. 
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ થયુ. ચૈતર વસાવાએ તેમને કાર્યક્રમ માટે આમંત્રણ ન મળવા અને સરકારી ખર્ચના હિસાબ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
ચૈતર વસાવાએ સ્ટેજ પરથી જ કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સંબોધીને કહ્યું કે, “હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, ભાઈ, મને કેમ કોઈએ ફોન પણ ન કર્યો કે પત્રિકા પણ નહીં? આ મારું અપમાન નથી, આ મારી જનતાનું અપમાન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ સવાલ પૂછે છે એટલે તેમને બોલાવવામાં આવતા નથી. વસાવાએ અધિકારીઓને જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા નોકર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓ પાસેથી જવાબ માંગી શકે છે.
તેમના સમર્થકોએ પણ નારા લગાવ્યા હતા, જેના કારણે ભાજપના હોદ્દેદારોએ તેમને ભાષણ બંધ કરવા કહ્યું હતું. આ ઘટના સમયે રાજ્યના પ્રધાન નરેશ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત હતા.ચૈતર વસાવાના આક્ષેપો અને સવાલોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમોમાં ખર્ચ થવો સ્વાભાવિક છે અને આદિવાસી વિકાસના કાર્યક્રમો માટે હિસાબ માંગવામાં વાંધો નથી, પરંતુ વારંવાર હિસાબ માંગવો એ આદિવાસી સમાજનું અપમાન છે. 
Latest Stories