Connect Gujarat
ગુજરાત

ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને રોજગારનો વ્યાપ વધારવા મોડાસા ખાતે “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમ યોજાયો

X

ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને વહીવટી તંત્રનું આયોજન

મોડાસા ખાતે “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમનું આયોજન કર્યું

રોજગારનો વ્યાપ વધારવા નવા ઉદ્યોગકારોને આવકારાયા

આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળેથી નવા ઉદ્યોગકારો અને રોકાણકારો મોડાસા ખાતે આવી પહોચ્યા હતા. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં રોજગારનો વ્યાપ વધારવા માટે નવા ઉદ્યોગકારોને આવકારવામાં આવ્યા હતા.

આ સાથે જ સરકારની વિવિધ ઉદ્યોગકારો માટેની યોજના અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મોડાસામાં આવેલી જીઆઇડીસીમાં કાયમી ધોરણે જીઆઇડીસીના અધિકારીની નિમણૂક થાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેવું અરવલ્લી જિલ્લા સાંસદે જણાવ્યું હતું. મોડાસા ખાતે આયોજિત કરવામાં આવેલા વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમમાં ઉદ્યોગકારોએ પોતાના સ્ટોલ્સ પણ લગાવ્યા હતા.

Next Story