/connect-gujarat/media/media_files/2025/09/29/video-conforecne-2025-09-29-18-21-14.jpeg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી.એસ.ટીના દરમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા સમગ્ર દેશના વેપાર જગતમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GST 2.0 રિફોર્મ તથા “આત્મનિર્ભર ભારત” બચત ઉત્સવ અંગે ઉદ્યોગ સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/29/video-conforence-2025-09-29-18-24-20.jpeg)
મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ અને જી.એસ.ટી. ઘટાડાના નિર્ણયને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યા હતાં.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/29/video-conforence-2025-09-29-18-24-31.jpeg)
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોન્ફરન્સ હોલના વિડીયો કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાની અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો સમાવેશ થાય છે.