તારું મામેરૂ કોણ ભરશે..! : પાટણ-ઉંદરાના ગ્રામજનોએ બાપ વગરની દીકરીનું રૂ. 7.70 લાખનું મામેરું ભરી મહેણું ભાંગ્યું

ભાઈ અને પિતા વગરની દીકરીનું રૂપિયા સાડા સાત લાખનું મામેરૂ ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મહેણું ભાંગ્યું

New Update
તારું મામેરૂ કોણ ભરશે..! : પાટણ-ઉંદરાના ગ્રામજનોએ બાપ વગરની દીકરીનું રૂ. 7.70 લાખનું મામેરું ભરી મહેણું ભાંગ્યું

ઉંદરા ગામના ગ્રામજનોએ માનવતાની મહેક પ્રસરાવી

પિતા-ભાઈ વગરની દીકરીનું ગ્રામજનોએ ભર્યું મામેરૂ

સમગ્ર ઉંદરા ગામ વાજતેગાજતે મામેરૂ ભરવા પહોચ્યું

રૂ. 7.70 લાખ મામેરું ભરી સાસરિયાઓનું મહેણું ભાંગ્યું

એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાંથી માનવતાનું અનોખુ ઉદાહરણ સામે આવ્યું છે. પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરાના ગ્રામજનોએ વાજતે ગાજતે મામેરૂ ભર્યુ હતું. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કલ્યાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરૂ ભરવા અરજ કરી હતી. ઉંદરા ગામે કંકોત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યુ હતુ કે, ઉંદરા ગામમાં તારું કોણ છે કે, જેઓ લગ્નમાં આવશે.

તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરૂ ભરી સાસરીયાનું મહેણું ભાગવા વિનંતી કરી હતી. જેથી ગામની દીકરીનું મહેણું ભાંગવા ઉંદરા ગામ એક થઈને વાજતે ગાજતે મામેરૂ ભરવા પહોચ્યું હતું. ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ એકસંપ થઈ રૂ. 7.50 લાખનું મામેરૂ ભરીને મહેણું ભાગ્યુ હતું. જેમાં ઉંદરા ગામના વાલ્મિકી સમાજના લોકો પણ ઢોલ-નગારા સાથે મામેરામાં જોડાયા હતા.

ભાઈ અને પિતા વગરની દીકરીનું રૂપિયા સાડા સાત લાખનું મામેરૂ ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મહેણું ભાંગ્યું હતુ. ગામના સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કુટુંબો વચ્ચે વેરઝેરને કારણે કેટલાક લોકો એકબીજાના સારા નરસા પ્રસંગોમાં જવાનું પણ ટાળતા હોય છે, ત્યારે સમસ્ત ઉંદરા ગામના લોકોએ આત્મીયતા સાથે ગામની ભાણીનું મામેરુ ભરી સમરસતા, એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Latest Stories