મોત પછી પણ મજબુરી..! : જુનાગઢના પીપલાણા ગામે કેડસમા પાણીમાં ગ્રામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા

મૃતકના પરિજનોએ પાણીમાં થઈ ભારે મુસીબત વેઠીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મૃતકના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા.

New Update

ઘેડ પંથકમાં ઠેર ઠેર સર્જાય જળ બંબાકારની પરિસ્થિતી

પીપલાણા ગામે પરિવારના સભ્યનું થયું હતું કુદરતી મોત

લોકો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર

પરિજનોએ મહા મુસીબતે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો

સ્મશાન પાણીમાં ગરકાવ થતાં મૃતકના પરિજનોમાં મૂંઝવણ

 જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં જળ બંબાકારની સ્થિતિ વચ્ચે લોકો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છેત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે. જીહાંજુનાગઢ જિલ્લામાં મેઘો મુસિબત બન્યો હતો. માણાવદર તાલુકાના પીપલાણા ગામની આ ઘટના છે.

 પીપલાણા ગામે પરિવારના સભ્યનું મોત થતાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જોકેહાલમાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હોયત્યારે મૃતકના પરિજનો સહિત ગ્રામજનો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. પરિજનોએ પાણીમાં થઈ ભારે મુસીબત વેઠીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મૃતકના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા.

Latest Stories