New Update
સુરતના પાંડેસરામાં નકલી પોલીસની તોડબાજી
વૃદ્ધ તબીબને ધમકાવી કરી તોડબાજી
ભેજાબાજોએ 4.50 લાખની કરી તોડબાજી
સમાચાર પત્રોમાં નામ છપાવી દેવાની આપતા હતા ધમકી
સુરત પોલીસે નકલી પોલીસ બનેલા ત્રણે દબોચી લીધા
નકલી પોલીસ આખરે અસલી પોલીસના હાથે ઝડપાયા
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલને નકલી પોલીસે તેમની પાસે ડિગ્રી નથી તેમજ ગેરકાયદે ક્લિનિક ચલાવે છે કહી માર માર્યો હતો, અને સમાચાર પત્રોમાં નામ ચડાવી દેવાની ધમકી આપી હતી,તેમજ રૂપિયા 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પડાવી લીધો હતો. જેમાં રૂપિયા 1 લાખ 50 હજારના અને 2 લાખ 50 હજારના સેલ્ફના ચેક અને લેપટોપ સામેલ છે. ઘટના વિશે તબીબે એક મિત્રને જણાવતા તેમણે તપાસ કરાવી હતી, જેમાં તોડ કરનાર નકલી પોલીસ નીકળ્યા હતા.ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે હિતેશ પ્રવીણ પટેલ, હર્ષિત અતુલ દિહોરા, રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.
વૃદ્ધ તબીબ ડો.જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી. અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે આરોપી હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર ફોન-પે માં નોકરી કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.