હવામાન વિભાગની આગાહી, 3 દિવસ રાજયના આ જિલ્લાઓમાં પડશે વરસાદ !

હવામાન વિભાગની આગાહી મુજબ 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપૂર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી

હવામાન વિભાગ

હવામાન વિભાગ

New Update

હવામાન વિભાગની  આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપૂર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે 15મી જૂને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં તેમજ આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.16મી જૂન એટલે કે રવિવારે નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.

#હવામાનવિભાગ
Here are a few more articles:
Read the Next Article