/connect-gujarat/media/post_banners/c444517d44858a98d019aa921407020e29ff17af2796f1ebd659b226f3b3be94.webp)
સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે એટલે હવામાન વિભાગનું પણ અનુમાન છે કે, નવેમ્બર સુધી બેવડી ઋતુ નો અહેસાસ થશે કારણ કે, લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય છે.
ચોમાસાની વિદાય બેવડી ઋતુઓ એહસાસ અને સાથે રાહ જોવાઈ રહી છે કે, શિયાળાની શરૂઆત ક્યારથી થશે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે અને ઠંડી લાંબી ચાલશે.જોકે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવન ફૂંકાય ત્યારે કડકડતી ઠંડી પડે છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાવાનું શરૂ થાય ત્યાર બાદ લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે. પરંતુ હાલ તો બેવડી ઋતુ નો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં ઉત્તર -ઉત્તરપૂર્વે પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર નોંધાઈ રહ્યું છે. લઘુતમ તાપમાન 25 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જોકે, છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભુજ નું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. તો લઘુતમ તાપમાન 23.1 ડીગ્રી, નલિયા નું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે.જો કે રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વચ્ચે 14 થી 16 ડીગ્રી તફાવત છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ ઠંડી માટે રાહ જોવી પડશે.