શાંતિના દુશ્મનો કોણ.? વડોદરા મંજુસરમાં ગણેશ વિસર્જનમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

New Update
શાંતિના દુશ્મનો કોણ.? વડોદરા મંજુસરમાં ગણેશ વિસર્જનમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ઘટનાના પગલે કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.