/connect-gujarat/media/media_files/2025/10/03/jagdish-2025-10-03-14-20-01.jpeg)
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે.
ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પરંતુ તેમની બિનહરીફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. જોકે હજુ સુધી પક્ષ તરફથી કોઈ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીતવાની શક્યતા છે.
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે.જોકે ભાજપ તરફથી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા.?
ગુજરાત ભાજપના એક મજબૂત અને અનુભવી નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ની ગણના થાય છે.
મૂળભૂત રીતે તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે.તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં થયો. જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે
તેઓ સંગઠનમાં લાંબા સમય સુધી કાર્યરત રહ્યા છે અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.
રાજકીય કારકિર્દીમાં ધારાસભ્ય તરીકેનો પ્રવાસ વર્ષ 2012માં શરૂ થયો હતો. વર્ષ 2021માં પહેલીવાર રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા
શરૂઆતમાં તેમણે વન અને પર્યાવરણ મંત્રી, ત્યારબાદ ઓગસ્ટ 2022માં માર્ગ અને મકાન વિભાગની મહત્વની જવાબદારી સંભાળી હતી. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પણ જગદીશ વિશ્વકર્માએ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન જાળવી રાખ્યું છે.
હાલ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સહકાર મંત્રી તરીકેનો મુખ્ય કાર્યભાર સંભાળી રહ્યા છે.તેઓ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી તરીકે પણ કાર્યરત છે. જગદીશ વિશ્વકર્મા ભાજપ માટે એક મહત્વપૂર્ણ અને પરિપક્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે