Connect Gujarat
ગુજરાત

“કમલ કા ફૂલ, હમારી ભૂલ”ના નારા સાથે જુનાગઢ કલેક્ટર કચેરીએ દિવ્યાંગ અધિકાર મંચનું આવેદન, જાણો સમગ્ર મામલો..!

કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો

X

દિવ્યાંગો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવાયો

જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અપાયું વિવાદિત નિવેદન

કિરીટ પટેલના વિવાદિત નિવેદનથી દિવ્યાંગોમાં રોષ

રામધૂન બોલાવી દિવ્યાંગોએ કલેક્ટર કચેરી ગજવી

કલેક્ટર કચેરીએ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરાય

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે દિવ્યાંગોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં જ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો છે, ત્યારે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગોએ રામધૂન બોલાવી હતી.

ત્યારબાદ દિવ્યાંગ અધિકાર મંચના નેજા હેઠળ આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ આગામી 3 દિવસમાં જો માફી નહીં માંગે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની દિવ્યાંગો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ સાથે જ દિવ્યાંગોએ “કમલ કા ફૂલ, હમારી ભૂલ”ના નારા પણ લગાવી કલેક્ટર કચેરી ગજવી મુકી હતી.

Next Story