New Update
/connect-gujarat/media/post_banners/81d50357dc78e957f37f9481f19b23147b3a3adc771ae3899a66621104c6dbe5.webp)
ભારત વર્લ્ડકપમાં તેની સાતમી મેચ ગુરુવારે (2 નવેમ્બર) રમશે. તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાના પડકારનો સામનો કરશે. આ જ સ્ટેડિયમમાં 12 વર્ષ પહેલા 2011માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 2011 અને 2019માં જીત મેળવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચ લાઇવ જોઈ શકશે. આ સિવાય તમે Disney Plus Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
આ વર્લ્ડ કપમાં ભારતની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. તેણે તેની તમામ છ મેચ જીતી છે અને તેના ખાતામાં 12 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા આ જીતનો સિલસિલો જારી રાખવા પર રહેશે. તેઓ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને હરાવી ચૂક્યા છે.
Latest Stories