/connect-gujarat/media/post_banners/43a7335ec2d066f5d2ee97945121095530da37aa59f692b8cf4febf811d52680.webp)
તા. 13 ઓગસ્ટના રોજ ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકા તથા સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ હાજર રહેશે. ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં વરૂઓનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનાં હેતુથી તા. 13 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૈવપારિસ્થિતિ તંત્રમાં વરૂઓની ભૂમિકા અને મહત્વ વિશે વધુને વધુ લોકો જાણે અને તેમનાં સંરક્ષણ વિશે પણ જાગૃતિ વધે તે માટે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત ગત તા.૦૩/૦૮/૨૦૨૩નાં રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા નડાબેટ ખાતે વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ -લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારનું વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટર ધ્રાંગધ્રા ખાતે પણ આકાર લઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં વરૂના રી-હેબિટેશન માટે ઉપલબ્ધ થશે. આમ ગુજરાતમાં વન્ય પ્રાણીઓનાં સંરક્ષણમાં અતિ મહત્વની કહી શકાય તેવી આ સફળ ગાથામાં ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાની વિશેષ પાયારૂપ ભૂમિકા રહી છે.