/connect-gujarat/media/post_banners/60038e789a1edd5beced2d657671a35b8a37a4a1098ff4420229f9b2351519aa.jpg)
ચૂંટણીના પડઘમ વચ્ચે મતદારોને રીઝવવાના પ્રયાસો
ભાજપનો યુવાનો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ
ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સભા યોજાય
ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં બેઠકનું થયું આયોજન
મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, અને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ યુવાનો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં નવસારી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે, અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે, ત્યારે યુવા મોરચા દ્વારા યુવા મતદારો અને બુથ લેવલ સુધી કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, અને નવસારી લોકસભા વિસ્તારના યુવા મોરચાના યુવકો સાથે બેઠક કરી હતી. બેઠકમાં આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કેવી રીતે થાય, અને સી.આર.પાટીલની લીડ કેવી રીતે વધી શકે તેવું આયોજન કરવામાં માટે બેઠક યોજવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/14/bharcuh-2025-07-14-22-02-18.jpg)