ગુજરાતભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છેત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે 18 એપ્રિલ2025 કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્રમધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. અને રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. 

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છેત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. જેમાં 19-20 એપ્રિલના રોજ કચ્છબનાસકાંઠાપાટણમોરબીસુરેન્દ્રનગરજામનગરદેવભૂમિ દ્વારકાપોરબંદરજૂનાગઢબોટાદગીર સોમનાથરાજકોટઅમરેલીભાવનગરમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅમદાવાદપંચમહાલઆણંદખેડામહીસાગરદાહોદઅરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે.