અંકલેશ્વરમાં કરાયુ આયોજન

મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ ખાતે આયોજન

વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું

18 શાળાના વિદ્યાર્થીઓ લીધો ભાગ

વિવિધ કૃતિઓ રજૂ કરીએન્કર

અંકલેશ્વરની મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, અને સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 18 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

અંકલેશ્વરની મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલ ખાતે  વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા, સંશોધનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન મેળામાં અંકલેશ્વર વિસ્તારની 18 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર ઉપયોગી વિજ્ઞાન મોડેલો, પ્રયોગો તથા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.

પાણી બચાવ, પર્યાવરણ સંરક્ષણ, સૌર ઊર્જા, પવન ઊર્જા, પ્રદૂષણ નિયંત્રણ, કચરા વ્યવસ્થાપન, વરસાદી પાણીનો સંગ્રહ, આરોગ્ય અને સ્વચ્છતા જેવા અનેક વિષયો પર  કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓએ પોતાના બનાવેલા મોડેલો વિશે મુલાકાતીઓને વિગતવાર માહિતી આપી હતી અને વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા સમજાવ્યા હતા.

વિદ્યાર્થીઓની રજૂઆતમાં તેમની કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક વિચારસરણી અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો..વિજ્ઞાન મેળાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.