UIDAI સંચાલિત આધુનિક કેન્દ્ર ઉત્તમ ઉદાહરણ સાબિત થયું

કુડાસણ ગામ ખાતે કાર્યરત થયું અદ્યતન આધાર સેવા કેન્દ્ર

વહીવટી પારદર્શિતા – માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ

છેવાડાના માનવી સુધી ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં આવી

UIDAI દ્વારા સુશાસનને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવાયુ

ગાંધીનગરના કુડાસણ ખાતે કાર્યરત અદ્યતન આધાર સેવા કેન્દ્ર વહીવટી પારદર્શિતા અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.

સામાન્ય નાગરિકની સુવિધા જ્યારે શાસનની પ્રાથમિકતા બને, ત્યારે સરકારી સેવાઓ સાચે જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. ગાંધીનગરના કુડાસણ ખાતે કાર્યરત અદ્યતન આધાર સેવા કેન્દ્ર વહીવટી પારદર્શિતા અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ગાંધીનગરના કુડાસણમાં UIDAI સંચાલિત આ આધુનિક કેન્દ્ર સપ્તાહના સાતેય દિવસ કાર્યરત રહે છે; જ્યાં નવી નોંધણીથી લઈને વિગતોના સુધારા સુધીની તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાય છે.

જોકે, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને નાના બાળકો ધરાવતા પરિવારોને કતારમાં ઊભા રહ્યા વિના સીધી પ્રાથમિકતા અપાય છે. નિરક્ષર અરજદારોને ફોર્મ ભરવામાં સ્ટાફ પોતે સહાય કરે છે. આ ઉપરાંત, 5થી 17 વર્ષના વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રિક અપડેટ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે, તેમજ રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સમર્પિત મેનેજર પણ સતત ઉપસ્થિત રહે છે. વ્હીલચેર અને સ્વચ્છ શૌચાલય જેવી પાયાની સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર છેવાડાના માનવી સુધી ડિજિટલ સેવાઓ પહોંચાડીને સુશાસનને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે.