/connect-gujarat/media/media_files/2025/09/06/amokk-2025-09-06-14-58-34.jpg)
જો તમે તમારી લાઇફસ્ટાઇલમાં કેટલીક નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, તો પછી તમને ધૂમ્રપાન છોડવામાં ચોક્કસપણે મદદ મળશે. ચાલો તેના વિશે જાણીએ
આજકાલ ઘણા યુવાનોને સિગરેટ પીવાની લત જોવા મળે છે. મોટા શહેરોમાં આ આદત ઘણી જોવા મળે છે. કોઈ શોખ-શોખમાં તેની શરૂઆત કરે છે તો કોઈને સમાજમાં મોભો બતાવવા માટે ચસ્કો લાગી જાય માટે છે. આ એક એવી ખતરનાક આદત છે જે ધીમે ધીમે વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે છે.
કેટલાક લોકોને આ શોખ ખૂબ જ ગમે છે, તો કેટલાક તેને છોડવાનો પ્રયાસ કરે છે. તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે હું ધૂમ્રપાન છોડવા માંગુ છું પરંતુ છૂટી રહ્યું નથી. આ ટેવને એક સાથે દૂર કરી શકાતી નથી. પરંતુ જો તમે તમારી લાઇફસ્ટાઇલમાં કેટલીક નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, તો પછી તમને ધૂમ્રપાન છોડવામાં ચોક્કસપણે મદદ મળશે. ચાલો તેના વિશે જાણીએ.
યુકેની યુનિવર્સિટી ઓફ લિસેસ્ટર યુકે ખાતે હાથ ધરાયેલા અભ્યાસ મુજબ સિગારેટની લત છોડવામાં માણસોના જીન્સ મોટી ભૂમિકા ભજવે છે. આ જીન્સની મદદથી ધૂમ્રપાન વિરોધી દવાઓ મનુષ્યોને જુદી જુદી રીતે અસર કરે છે. એટલું જ નહીં સ્મોકિંગની ક્રેવિંગ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે.
જો તમે સ્મોકિંગ છોડવા માંગો છો, તો તમારા વ્યસનને કંટ્રોલ કરવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખો. જ્યારે પણ તમને સિગરેટ પીવાનું મન થાય ત્યારે તમારે ગમ, પેચ જેવી નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (એનઆરટી)નો ઉપયોગ કરવો જોઇએ. અચાનક સિગરેટ છોડવાથી શરીરમાં માનસિક અને શારીરિક તણાવ આવી શકે છે. તે તમને વધુ સિગારેટ પીવાની ઇચ્છા પણ કરાવી શકે છે. તેથી ધીમે ધીમે ધૂમ્રપાન ઘટાડવાની ટેવ પાડવાનો પ્રયાસ કરો.
ધૂમ્રપાન બંધ કરવા માટે સૌ પ્રથમ તમે તે ટ્રિગર્સને ઓળખવાનો પ્રયાસ કરો, જે પછી તમને સિગારેટ પીવાનું મન થાય છે. જેમ કે કેટલાક લોકો તણાવમાં હોય ત્યારે સિગારેટ પીવે છે, તો કેટલાક લોકો ખાવાનું ખાધા પછી પીવે છે. તેમને ઓળખવાનો પ્રયાસ કરો અને તેમને ટાળો. ઉદાહરણ તરીકે જો તમને તણાવમાં હોવ ત્યારે સિગારેટ પીવાનું મન થાય છે, તો તમારા મનને કોઈ અન્ય કામમાં મૂકવાનો પ્રયાસ કરો અથવા વધુ પડતો તણાવ લેવાનું ટાળો.
જો તમે ખરેખર સ્મોકિંગ છોડવા માંગો છો તો તમારે યોગ અને મેડિટેશન કરવું જોઇએ. ઉપરાંત તમારી દિનચર્યામાં સકારાત્મક ફેરફારો કરવાનો પ્રયાસ કરો. મનને વ્યસ્ત રાખવા માટે તંદુરસ્ત ટેવો અપનાવો. કસરત કરો અને આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો.