/connect-gujarat/media/media_files/2025/05/20/FRZMJCMlZomC8CKmyapU.jpeg)
સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. જો કે વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે.2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે. ત્યાર હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાય છે.જે 95 એક્ટિવ કેસ છે,તો પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે. આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.