અમદાવાદ : હ્રદયમાં 99% બ્લોકેજ ધરાવતી 107 વર્ષીય વૃદ્ધાની એન્જિયોપ્લાસ્ટી કરી તબીબોએ રચ્યો ઇતિહાસ

કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડોક્ટર કેયુર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયોલોજીસ્ટ હેઠળની ટીમે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી.

New Update
અમદાવાદ : હ્રદયમાં 99% બ્લોકેજ ધરાવતી 107 વર્ષીય વૃદ્ધાની એન્જિયોપ્લાસ્ટી કરી તબીબોએ રચ્યો ઇતિહાસ

અમદાવાદની સિમ્સ હોસ્પિટલ એમપીની 107 વર્ષીય મહિલા એન્જોપ્લાસ્ટી કરી તેમના હૃદયની સામાન્ય કામગીરી પુનઃ સ્થાપિત કરીને સારવારનો ઇતિહાસ રચ્યો છે. મહિલાને 99 ટકા બ્લોકેજ હોવા છતાં ડોકટરોએ આ પડકાર ઝીલી લઇ મહિલાને નવું જીવન આપ્યું હતું. 

મૂળ એમપીના અને 107 વર્ષીય મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેની એેન્જિયોગ્રાફીમાં ગંભીર ૯૯% બ્લોકેજ જોવા મળ્યું હતું. હૃદયની સ્થિતિ યથાવત કરવા માટે એક પ્રોસિજર હાથ ધરવાની જરૂર બની ગઈ હતી. કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડોક્ટર કેયુર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયોલોજીસ્ટ હેઠળની ટીમે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી.

સિમ્સ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોએ મહિલાને ત્રણ કલાક સારવાર આપી અને પૂર્વવત તેમનું જીવન ધબકતું કરી કાઢ્યું છે.સિમ્સ હોસ્પિટલ ડોક્ટર પરીખે જણાવ્યું હતું કે હેલ્થ કેર ડિલિવરી માટે ઉંમરની ક્યારેય મર્યાદા ન હોવી જોઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉંમર જાપાન અને નોર્વે મહિલાની અનુક્રમે ૭૪ વર્ષના ૮૧ વર્ષની વયે સમકક્ષ થઈ છે .હેલ્થ કેરના બદલાતા ચહેરા સાથે અમારો ધ્યેય એ છે કે અમારા વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓને સમાન હેલ્થ કેર ડિલિવરીનું સ્થાન મળે.

Latest Stories