/connect-gujarat/media/media_files/2025/10/29/amla-juice-2025-10-29-17-23-56.jpg)
શિયાળાની ઋતુમાં શરીરને ઠંડીથી બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે આમળાનો રસ બહુ ફાયદાકારક માનવામાં આવે છે.
આમળામાં કુદરતી રીતે મલતું વિટામિન C નારંગી કરતાં લગભગ 20 ગણું વધુ હોય છે, જે મોસમી શરદી-ઉધરસ અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદરૂપ હોય છે. ઠંડા સીઝનમાં મોટાભાગના ફળોના જ્યુસ શરીરની ગરમી ઘટાડે છે, પરંતુ આમળાનો રસ શરીરને અંદરથી ગરમ રાખે છે.
આમળાનો રસ સવારે ખાલી પેટે પીવો સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી અને ગેસની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આમળામાં રહેલા ફાઇબર આંતરડાને સ્વસ્થ રાખે છે અને નિર્યાણ પ્રક્રિયાને સરળ બનાવે છે.
આમળો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ત્વચા અને વાળ માટે કુદરતી ટોનિકનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક વધે છે, કરચલીઓ ઘટાડવામાં મદદ મળે છે અને વાળ વધુ મજબૂત, જાડા અને ચમકદાર બને છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવાની તેની ક્ષમતા કારણે વજન ઘટાડવાના પ્રયત્નોમાં પણ આમળો અસરકારક સાબિત થાય છે.
આમળાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયી માનવામાં આવે છે કારણ કે તે બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. હૃદયનું સ્વાસ્થ્ય સુધારવું, દ્રષ્ટિને તંદુરસ્ત રાખવી અને મગજના વિકાસમાં યોગદાન આપવું—આમળાના રસના કેટલાક વધારાના ફાયદા છે. આમળા, આદુ અને પાણી લઈને તેને પીસીને ગાળી લેવો અને અંતે લીંબુ ઉમેરવાથી તેની અસરકારકતા વધુ વધે છે. સતત 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી શરીર વધુ તંદુરસ્ત અને શિયાળાની બીમારીઓ સામે સક્ષમ બને છે.