એન્ટીબાયોટિક્સની અસરમાં થયો ઘટાડો : તમારી જાતે કોઈપણ દવા ન લો – WHO

એન્ટીબાયોટિક્સની અસરમાં થયો ઘટાડો:30 કરોડ લોકોના જીવ જોખમમાં, તમારી જાતે કોઈપણ દવા ન લો – who

author-image
By Connect Gujarat Desk
antibiotics
New Update

તબીબી વિજ્ઞાનક્ષેત્રમાં જે દવાઓ જે તે સમયે ક્રાંતિકારી શોધ હતી પરંતુ એ હવે માનવ સ્વાસ્થ્ય માટે પડકારરૂપ જવા પામ છે  એન્ટીબાયોટિક્સની અસર ઘટી રહી છે. આ દવાઓ બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનમાં બિનઅસરકારક સાબિત થઈ રહી છે. તબીબી ભાષામાં એને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહે છેજેમાં સૌથી સામાન્ય સ્થિતિ એન્ટીબાયોટિક્સ રેઝિસ્ટન્સ છે.

WHO દ્વારા જાણવા મળ્યું છે કે કોરોના મહામારી દરમિયાન લોકોને એટલી બધી એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હતી કે એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધુ વધી ગયો છે. 

WHO અનુસાર, AMR માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો વૈશ્વિક ખતરો છે અને 30 કરોડથી વધુ લોકો એનાથી પ્રભાવિત છે. WHOના જણાવ્યા મુજબવર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કારણે 12 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 49 લાખ લોકોનાં મૃત્યુમાં AMRની મુખ્ય ભૂમિકા હતી. 

 જ્યારે શરીર પર વાઇરસ અથવા બેક્ટેરિયાનો હુમલો થાય ત્યારે શરીર બીમાર પડે છે. જો વાઇરસ એટલો શક્તિશાળી હોય કે શરીર તેની સાથે લડવામાં સક્ષમ ન હોયતો ડૉક્ટરો આપણને એની સામે લડવા માટે દવાઓ આપે છેજેને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. એન્ટીબાયોટિક દવાઓ વાઇરસને મારીને શરીરનું રક્ષણ કરે છેપરંતુ જો આપણે વારંવાર એન્ટીબાયોટિક દવાઓ  લઈએ જ્યારે આપણા શરીરને એની જરૂર ન હોય ત્યારે પણશરીરમાં રહેલો વાઇરસ એ દવાથી રોગપ્રતિકારક બની જાય છે. પછી એન્ટીબાયોટિક્સની એના પર કોઈ અસર થતી નથી. આ સ્થિતિને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે.

દવાઓના અતિશય ઉપયોગને કારણે જ્યારે આ પ્રતિરોધ તમામ પ્રકારની દવાઓજેમ કે એન્ટીબેક્ટેરિયલ,  એન્ટીબાયોટિક્સ, એન્ટીવાઇરલએન્ટીફંગલ માટે વિકસે છે ત્યારે એને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે.

#Health and Fitness #Antibiotics
Here are a few more articles:
Read the Next Article