શું તમારા દાંતમાં પીળાશ છે ? આ રહ્યા ઉપાયો

ચહેરાની સફાઈ સાથે દાંતની સફાઈ અને રક્ષણ ખૂબ જ જરૂરી છે, જો શરીરના આ ભાગ પરકોઈ સમસ્યા હોય તો ખોરાક ચાવવામાં ખુબ તકલીફ પડે છે. એટલા માટે તેને રેગ્યુલર ક્લીન કરવાજોઈએ.

દાંત
New Update



ચહેરાની સફાઈ સાથે દાંતની સફાઈ અને રક્ષણ ખૂબ જ જરૂરી છે, જો શરીરના આ ભાગ પરકોઈ સમસ્યા હોય તો ખોરાક ચાવવામાં ખુબ તકલીફ પડે છે. એટલા માટે તેને રેગ્યુલર ક્લીન કરવાજોઈએ.

બધાને જ દાંત સુંદર દેખાડવા હોય છે. જો કોઈ કારણસર દાંત પીળા થઈ જાય તોશરમ અનુભવીએ છીએ અને ચહેરાની સુંદરતા પર તેની ખરાબ અસર પડે છે.

તો કેટલાક ઉપાયો અહી આપ્યા છે તમને મદદ કરશે . સોડાનો ઉપયોગ દાંતને સફેદ કરવા માટે પણ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો ઘરે બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરી શકો છો

. એવી ટૂથપેસ્ટ ખરીદો જેમાં બેકિંગ પાવડરનું પ્રમાણ વધુ હોય. આ માટે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી દાંત પર લગાવો અને હળવા હાથે ઘસો. આવું 2-3 વાર કરવાથી દાંત સાફ થશે . 



નારિયેળ તેલ પણ દાંત સાફ કરવામાં મદદ કરશે તે ખૂબ જ અસરકારક પણ છે. આ માટે તમારા મોંમાં એક ચમચી નારિયેળ તેલ નાખો અને તેને 15 થી 20 મિનિટ સુધી મોઢામાં રાખો.

આ પ્રક્રિયાને ઓઇલ પુલિંગ કહેવામાં આવે છે. આમ કરવાથી દાંત સાફ થશે.

હા, મીઠાનો ઉપયોગ દાંત સાફ કરવા માટે પણ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં મીઠું રાખો અને તેને આંગળી કે બ્રશની મદદથી દાંતના દરેક ખૂણામાં ઘસો, આમ કરવાથી દાંત સાફ રહેશે અને હાનિકારક બેક્ટેરિયા પણ નાશ પામશે. 

 

#Yellowing of teeth #solution #teeth
Here are a few more articles:
Read the Next Article