ચોમાસામાં આટલી કાળજી અવશ્ય રાખજો...

ચોમાસુ શરૂ થાય તો વરસાદની મઝા સૌને વ્હાલી લગતી હોય છે. પણ ચોમાસુ અનેક બીમારીઓ પણ સાથે લઈને આવતું હોય છે

New Update
rain varsad

ચોમાસુ શરૂ થાય તો વરસાદની મઝા સૌને વ્હાલી લગતી હોય છે. પણ ચોમાસુ અનેક બીમારીઓ પણ સાથે લઈને આવતું હોય છે એ ભૂલવું ન જોઈએ. તેથી પાણી પહેલા જ પાળ બાંધી લેવું હિતાવહ છે. ચોમાસામા કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો. ચોમાસામાં તાવ,શરદી,  ઈન્ફેક્શન નો ખતરો દેખાતો હોય છે. તેથી પહેલેથી જ કાળજી રાખવી. ચોમાસામાં વરસાદમાં પલળવાનું ઓછું રાખો. જેમ બને એમ ઘરની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો. બાથરૂમ , રસોડુ નિયમિત સાફ કરો. શાકભાજી , ફળ – ફ્રૂટને  ધોઈને જ વાપરો. ચોમાસામાં પાણી પીવામાં પણ કાળજી રાખો પાણી હમેશા ઉકાળીને જ પીવાનું રાખો . હમેશા પોતાની સાથે પાણીની બોટલ પણ રાખો. પાણીની બોટલ, માટલું, પાણીની ટાંકી પણ યોગ્ય સમયે સાફ કરો.

ચોમાસા માં ખાણી-પીણી પણ ધ્યાન આપો બહારનું ખાવાનું ટાળો એવી વસ્તુઓનું સેવન કરો જેનાથી ઈમ્યૂનિટી બુસ્ટ થઈ શકે અને તમને સંક્રમણનો ખતરો ઓછો હોય. તેના ઉપરાંત ફ્રેશ અને હલ્કા ભોજનનું સેવન કરો. વિશેષ તો ચોમાસામા મચ્છરોથી સાવધાન રહો આ મચ્છર તમને બીમાર કરી શકે છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. મચ્છરોથી બચવા પોતાના ઘર અને આસપાસ પાણી જમા ન થવા દો. મચ્છરદાની, મચ્છર ભગાવનાર સ્પ્રે અને ક્રીમનો ઉપયોગ કરો અને સાવચેતી રાખો.
 

Latest Stories