ભરૂચ: ડો.કિરણ સી.પટેલની આધુનિક સુવિધામાં થશે વધારો,200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલનું કરાશે નિર્માણ

ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિના મૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે.જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે.

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લાવાસીઓએ સુરત વડોદરાના ધક્કા ખાવા નહીં પડે 

  • ડો.કિરણ સી.પટેલ જનરલ હોસ્પિટલની સુવિધામાં થશે વધારો

  • 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે 

  • દર્દીઓને કાર્ડિયોલોજીનેફ્રોલોજીન્યુરોલોજીની સુવિધાનો મળશે લાભ

  • અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી પણ કરાવી શકાશે

Advertisment

ભરૂચમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આશીર્વાદ સમાન ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓની સુવિધામાં વધારો થશે,આગામી સમયમાં હોસ્પિટલમાં 200 બેડની આધુનિક સુપર મલ્ટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે,અને હોસ્પિટલની સારવાર નો લાભ દર્દીઓને મળશે.

 ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ 2019માં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો.ત્યાર બાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે.જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિના મૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે.જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે.

એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે.ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ ( સિવિલ હોસ્પિટલ) માં કાર્યરત છે.ત્યારે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે.


આ બાબતે ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડો.ગોપીકા મેખીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટે દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમારા ડો.કિરણ. સી.પટેલ અને સીએમડી ડો.મિતેષ શાહનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકો સારી અને સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે.જેમાં કેસ બારી તો હોય પરંતુ કેશ બારી ન હોય તે આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે.અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો ,સોનોગ્રાફી,ઇકો કાર્ડિયોગ્રામ,ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે.

આ સાથે ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે.જેમાં સિવિલ સંકુલમાં 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે.

જેમાં જિલ્લાવાસીઓને અહીંયા જ કાર્ડિયોલોજીનેફ્રોલોજીન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે.આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે.

 ઉલ્લેખની હશે કે ગુજરાતભરના દવાખાનામાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છેત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ફાયરની સિસ્ટમ સાથે એક ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે.જે આ સાધનોને રેગ્યુલર ચેકિંગ અને દેખરેખ રાખતી હોય છે. જેનાથી ભવિષ્યમાં આગ જેવી ઘટના હોસ્પિટલમાં બને તો દર્દીઓ સહિત સિવિલ સ્ટાફને કોઈ જાનહાની ન પહોંચે અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે થઈ શકે.

Latest Stories