આજ લોકો જમવાનું બનાવવા માટે પ્રેસર કુકરનો ઉપયોગ કરે છે. કારક કે આ ભાગદોડ ભરી જિંદગીમાં કોઇની પાસે ટાઈમ જ નથી. પ્રેસર કૂકરમાં ખાવાનું જલ્દી તો પાકે જ છે. પરંતુ શું તમને ખબર છે કે આનાથી શરીરને કેટલું નુકશાન થાય છે. આપણે ગેસની બચત થાય તે માટે પણ કુકરમાં ખાવાનું બનાવતા હોયે છીએ. પરંતુ કુકરમાં પકવેલી ઘણી એવી વસ્તુઓ છે જે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને કુકર માં ના બનાવવી જોઈએ....
1. ચોખા : મોટા ભાગના લોકો પ્રેસર કૂકરમાં ભાત બનાવતા હોય છે. પરંતુ પ્રેસર કૂકરમાં ક્યારેય ભાત બનાવવા ના જોઈએ કારણ કે ભાત બાફતી વખતે તેમાં રહેલ સ્ટાર્ચ અને કેમિકલ રીલીઝ થાય છે જે આપણે કૂકરમાં ભાત બાફીએ તેમાં જ ભાત સાથે મિશ્ર થાય જાય છે પરંતુ જો તમે તેને ખુલ્લા વાસણમાં મૂકો તો તે ફીણ બહાર નીકળી જાય છે. આવા પ્રકારના ભાત ખાવાથી યુરિક એસિડથી લઈને પાચનતંત્રને લગતી બીમારીઓ થાય છે.
2. બટેટા : બટેટા, વટાણા કે કોબીજને કયારેય કૂકરમાં ન પકવવા જોઈએ. આવું કરવાથી બટેટાનો સ્વાદ નષ્ટ થઈ જાય છે અને તેમાં રહેલ સ્ટાર્ચ કૂકરમાં પાકીને કેમિકલ બની જાય છે જે આપના શરીરને નુકશાન પહોચાડે છે.
3. પાસ્તા : પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર હોય છે તેથી તેને પ્રેશર કૂકરમાં ન પકવવા જોઈએ.પાસ્તાને કૂકરમાં બોઈલ કરવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે.
4. માછલી : માછલીમાં રહેલા પોષક તત્વો વ્યક્તિની ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે માછલીને કૂકરમાં પક્વવામાં આવે ત્યારે તેમાથી નીકળતા બેક્ટેરિયા શરીરને નુકશાન પહોચાડે છે.
5. નુડલ્સ : નૂડલ્સમાં સ્ટાર્ચની માત્રા ઘણી વધારે હોય છે. તેવામાં જો નૂડલ્સમાંથી સ્ટાર્ચ બહાર નથી નિકળી શકતો તો તે પાચનતંત્રને પ્રભાવિત કરી શકે છે. નુક્સાનથી બચવા માટે નૂડલ્સને હંમેશા તાંસળીમાં બનાવવા જોઈએ.