રાજયમાં કોરોનાની ત્રીજી લહેરથી ફફડાટ,નિયંત્રણો વધુ થઈ શકે છે કડક

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે

New Update

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. ત્યારે આજે રાત્રિ કર્ફ્યુ સહિત કોરોનાની નવી ગાઈડ લાઈન આવી શકે છે. બીજી તરફ, મંદિરો પણ બંધ થવા લાગ્યા છે. ગઈકાલે 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે. 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

#COVID19 #nightcurfew #Gujarat Corona #CoronaNews
Here are a few more articles:
Read the Next Article