Connect Gujarat
આરોગ્ય 

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ગેસ-એસિડિટીથી બચવા કરો આ 3 ખાસ ઉપાય, તુરંત જ મળશે રાહત.....

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ગેસ-એસિડિટીથી બચવા કરો આ 3 ખાસ ઉપાય, તુરંત જ મળશે રાહત.....
X

હાલ અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ઘણા લોકો માત્ર ફળ અને પાણી પીને પણ ઉપવાસ કરતાં હોય છે. આ દરમિયાન તેમણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. એવું એટલા માટે થાય છે કે અચાનક જ ખાણી પીણીમાં ફેરફાર થાય છે. જેમાં આપણે મસાલા વાળું કે લસણ વાળું ખાતા નથી. જેના કારણે મેટાબોલીઝ્મ પર અસર થાય છે. આ સાથે જ તે પાચનતંત્રને પણ અસર કરે છે, જેના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. તો આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અમે કેટલીક ટિપ્સ જણાવી છે તેને ફોલો કરવાથી આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવાના ઉપાયો

1. દિવસની શરૂઆત આ કાર્યથી કરો

તમે 10 દિવસનો ઉપવાસ રાખો છો અને ગેસ એસિડિટી જેવી સમસ્યાથી બચવા માટે સૌથી પહેલા તો ખાલી પેટે ફુદીનાના પાન ચાવી જાવ. આને ખાવાથી તમારું વ્રત પણ નહીં તૂટે અને ગેસ એસિડિટીની સમસ્યા પણ નહીં થાય. આ સાથે તમે ફુદીનાના પાનને દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આનાથી તમારું પેટ ઠંડુ રહેશે અને ગેસ એસિડિટી જેવી સમસ્યા પણ નહિ થાય.

2. સવારે નારિયેળ પાણી પીવો

વ્રત દરમિયાન સવારે નારિયેળ પાણી પીવું જોઈએ. તેનાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. નારિયેળ પાણીની સૌથી મોટી ખાસિયત એ છે કે કે તે પેટમાં એસિડિટી અને પીએચને બેલેન્સ કરવાનું કામ કરે છે. સાથે જ ભરપૂર પ્રમાણમા પાણી હોવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. જેથી એસિડિટી અને ગેસની સમસ્યા ના થાય. આ પાણી કબજિયાતથી પણ છુટકારો અપાવે છે.

3. વધુ ચા-કોફી ના પીવો

વ્રત દરમિયાન અમુક લોકો ખૂબ જ ચા કોફી પીવે છે. આ તમને ગેસ અને એસિડિટી કરી શકે છે. જ્યારે તમે ખૂબ જ વધુ ચા-કોફી પીવો છો. તો તેમાં રહેલા કેટેચીન એસિડિક બાઈલ જ્યુસના લેવલને વધારે છે. જેના કારણે ગેસ એસિડિટીની સમસ્યા થાય છે. તેથી જ વ્રત દરમિયાન ખૂબ જ વધુ પ્રણામમાં ચા કોફી પીવી આયોગ્ય માટે યોગ્ય નથી.

Next Story