Connect Gujarat
આરોગ્ય 

શું તમે પણ ફ્રોઝ્ન વટાણાનું સેવન કરો છો, તો આજથી જ બંધ કરી દેજો, જાણો તેના નુકશાન.....

લીલા વટાણા સૌના લોકપ્રિય હોય છે. ઘણા લોકોને લીલા વટાણા ખાવા ખૂબ જ ગમે છે. લીલા વતનનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે.

શું તમે પણ ફ્રોઝ્ન વટાણાનું સેવન કરો છો, તો આજથી જ બંધ કરી દેજો, જાણો તેના નુકશાન.....
X

લીલા વટાણા સૌના લોકપ્રિય હોય છે. ઘણા લોકોને લીલા વટાણા ખાવા ખૂબ જ ગમે છે. લીલા વતનનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે. સામાન્ય રીતે લીલા વટાણા શિયાળામાં મળે છે. પરંતુ આખું વર્ષ વાપરવા માટે ઘણા લોકોને તેને ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દે છે જેથી ઓફ સિઝનમાં કામ આવે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોજન કરેલા વટાણા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? તો ચાલો જાણીએ કે ફ્રીજમાં સ્ટોર કરેલા વટાણા ખાવાથી કયા ક્યાં પ્રકારના રોગો થાય છે.

હાર્ટની બીમારી : ફ્રોજન વટાણામાં ટ્રાન્સફેટ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. ફ્રોજન વટાણા ગૂડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે. જેના કારણે હદયની બીમારીઓ વધવાનું જોખમ વધી જાય છે.

ડાયાબિટીસ : વટાણાને તાજા રાખવા માટે તેમાં સ્ટાર્ચ મિકસ કરવામાં આવે છે. આ સ્ટાર્ચ ભોજનમાં પણ ભળે છે. જ્યારે તમે ફ્રોજન વટાણાથી કોઈ વસ્તુ બનાવો છો તો આ સ્ટાર્ચ ગ્લુકોઝમાં પરિવર્તિત થઈ જાય છે. શરીરમાં વધેલું ગ્લુકોઝનું પ્રમાણ બ્લડ સુગર લેવલને વધારે છે. જે ડાયાબિટીના દર્દીઓ માટે જોખમી છે.

પોષક તત્વોનો નાશ : ફ્રોજન વટાણા વર્ષ દરમિયાન વાપરી તો શકાય છે પરંતુ તેમાં રહેલા પોષક તત્વોનો નાસ થાય છે. તાજા વટાણાને સાફ કરીને ફોલિને તરત જ તેને ફ્રીજમાં ભરી દેવામાં આવે છે જેથી પોષક્ત્ત્વોનો નાશ થાય છે. આવા વટાણા લાંબા સમય સુધી ફ્રીજમાં હોવાથી તે સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે.

Next Story