Connect Gujarat
આરોગ્ય 

શું તમે જાણો છો તરબૂચના બીજ સ્વાસ્થય માટે છે કેટલાક ઉપયોગી,તો જાણો તેના ફાયદા

તરબૂચના બીજને રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજમાં વિટામિન બી મળી આવે છે,..

શું તમે જાણો છો તરબૂચના બીજ સ્વાસ્થય માટે છે કેટલાક ઉપયોગી,તો જાણો તેના ફાયદા
X

તરબૂચ ખાસ કરી ગરમીની ઋતુમાં ખાવામાં આવતું ફળ છે, અને તેમાય તરબૂચના બીજમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ઝીંક, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ વગેરે પોષક તત્વો મળી આવે છે. તમે આ બીજને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો, એ તમને ખબર છે. તેમાં વધારે કેલરી હોતી નથી. આ બીજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે. જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.તો આવો જાણીએ આ બીજ ખાવાના ફાયદા.

હૃદયના સ્વાસ્થ્યને માટે :-

તરબૂચના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલ મેગ્નેશિયમ હાઈ બીપી લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ છે. આ સિવાય તે હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. તેથી, તમારે તમારા આહારમાં તરબૂચના બીજનો સમાવેશ કરવો જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ :-

તરબૂચના બીજને રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજમાં વિટામિન બી મળી આવે છે, જે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે. આ બીજ પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો.

હાડકા સંબંધિત સમસ્યાથી રાહત :-

વધતી ઉંમરને કારણે હાડકા સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે લોકો આર્થરાઈટિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તરબૂચના બીજનું નિયમિત સેવન કરવાથી હાડકાના સંબધિત સમસ્યાથી બચી શકાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે :-

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તરબૂચના બીજ વરદાનથી ઓછા નથી. આ ફાઈબરથી ભરપૂર હોય છે અને તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો, તો તરબૂચના બીજને તમારા આહારનો ભાગ ચોક્કસ બનાવો.

વાળ માટે ફાયદાકારક :-

તરબૂચના બીજ પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તે વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. જો તમે વાળ ખરવાથી પરેશાન છો, તો તરબૂચના બીજ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

આ રીતે ભોજનમાં તરબૂચના બીજનો ઉપયોગ કરો :-

તરબૂચના બીજને સૂકવીને એક કડાઈમાં સાતળી લો. આને ટાઈટ કોઈ ડબ્બામાં ઘણા દિવસો સુધી સંગ્રહિત કરી શકાય છે. તમે આ નાના બીજને તમારા સલાડ અથવા ડ્રાય ફ્રૂટ્સ સાથે ખાઈ શકો છો. જો તમે તેને બીજના રૂપમાં ખાવા નથી માંગતા, તો તમે તેનો પાવડર પણ બનાવી શકો છો અને તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

Next Story