Connect Gujarat
આરોગ્ય 

સ્કૂલે જતાં ભૂલકાઓના વાળમાં વારંવાર જુ પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, એક ઝાટકે દૂર થશે માથાના જૂ ......

સ્કૂલે જતા બાળકોમાં સામાન્ય રીતે જૂ વઘારે પડતી હોય છે. વાળમાં જૂ થવા પાછળના કારણો અનેક હોય છે. આ જૂ બીજી કોઇ પણ વ્યક્તિના વાળમાં પડી શકે છે.

સ્કૂલે જતાં ભૂલકાઓના વાળમાં વારંવાર જુ પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, એક ઝાટકે દૂર થશે માથાના જૂ ......
X

સ્કૂલે જતા બાળકોમાં સામાન્ય રીતે જૂ વઘારે પડતી હોય છે. વાળમાં જૂ થવા પાછળના કારણો અનેક હોય છે. આ જૂ બીજી કોઇ પણ વ્યક્તિના વાળમાં પડી શકે છે. જૂ બહુ નાની હોય છે જે માથામાંથી લોહી ચુસે છે અને ઇંડા મુકે છે જેને નિટ્સ કહેવામાં આ છે. આ વાળના જડને એટલી મજબૂત રીતે ચોંટી જાય છે કે એને કાઢવી મુશ્કેલ બની જાય છે. જ્યારે તમે કોઇ એવી વ્યક્તિના સંપર્કમાં આવો છો જેના વાળમાં જૂ હોય તો એ તમને પણ સંક્રમિત કરી શકે છે. એવામાં કોઇ વ્યક્તિના વાળમાં જૂ છે તો એનો કાંસકો, ટોપી તેમજ હેર બ્રશ જેવી વસ્તુઓ શેર કરશો નહીં. તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી જૂ કાઢી શકશો.

નિલગિરીનું તેલ

નિલગિરીનું તેલ જૂ ભગાડવા માટે સૌથી બેસ્ટ છે. આ તેલ જૂ અને એના ઇંડાને નાશ કરવાનું કામ કરે છે. આ સાથે તમને ખંજવાળની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ માટે નિલગિરી તેલ લો અને એને વાળમાં લગાવો. પછી બે કલાક રહીને હેર વોશ કરી લો.

લસણ

આર્યુવેદમાં લસણનો ઉપયોગ વાળમાં પડેલી જૂને ખતમ કરવાનું કામ કરે છે. તમે લસણની કળીઓ અને એની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. પછી વાળના મૂળમાં લગાવો. એકથી બે કલાક રહીને હેર વોશ કરી લો.

ડુંગળીનો રસ

ઘરે ડુંગળીનો રસ બનાવવા માટે ફોતરા કાઢીને કટકા કરી લો. પછી આ કટકાને મિક્સરમાં જારમાં લો અને રસ કાઢી લો. પછી ગાળીને વાળમાં લગાવો. ત્યારબાદ એક કલાક પછી હેર વોશ કરો. આમ કરવાથી જૂ મરી જશે અને એક જ વારમાં તમને શાંતિ થઇ જશે.

નારિયેળનું તેલ

થોડુ નારિયેળ તેલ લો અને એમાં કપૂર મિક્સ કરો. પછી બાળકોના વાળમાં સારી રીતે લગાવો. ત્યારબાદ બે કલાક માટે રહેવા દો અને પછી હેર વોશ કરી લો. જૂ અને ઇંડાનો નાશ થઇ જશે. તેલ નાખ્યા પછી તમારે વચ્ચે કાંસકો ફેરવવાનો રહેશે.

Next Story