/connect-gujarat/media/post_banners/19c66bcaf38eac71ad73c00d50dc74a80c1b9fcd3b33a9f9fc639ca1b34bd9d6.webp)
થાઈરૉઈડ રોગ સ્ત્રીમાં સામાન્ય છે. જેના કારણે મોટા ભાગની મહિલાઓને વધુ પડતાં વાળ ખરવા, સ્વભાવ ચિડિયો થઈ જવો, થાક લગાવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તો આ થાઈરૉઈડ માં એક વસ્તુ ખૂબ જ કારગત નિવડશે જેનું તમે રોજ સેવન કરશો તો જરૂર ફાયદો થશે.
યકૃતમાં સ્થિત થાઈરૉઈડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો હોર્મોન્સ નીકળે છે. આ હોર્મોન્સ ચયાપચયની ક્રિયા કરવામાં અને શરીરમાં નવા કોષો બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. આપણા શરીરમાં થતી તમામ પ્રક્રિયાઓને આગળ વધારવા માટે આ હોર્મોન્સનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. જો શરીરમાં આ હોર્મોન્સનું ઉત્પાદન જરૂર કરતાં વધી જાય તો તેને હાઇપર થાઇરોડીઝમ કહેવામા આવે છે. અને જો શરીરમાં આ હોર્મોન્સનું પ્રમાણ ઘટી જાય તો તેને હાઇપો થાઇરોડીઝમ કહેવામા આવે છે.
થાઇરોઈડથી બચવા માટે તમે ધાણાના બીજ એટલે કે આખા ધાણા નો ઉપયોગ કરી શકો છો. ધાણાનું સેવન કરવાથી થાઇરોક્સિન હોર્મોન્સના સ્ત્રાવને સંતુલિત કરી શકાય છે. તો જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો....
1 ચમચી ધાણા લો. તેને ક્રશ કરીને એક ગ્લાસ પાણીમાં તેને પલાળી રાખો. આખી રાત આ ધાણાને પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીને સવારે ધીમી આંચ પર પકવો કે જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. હવે આ પાણીને ગાળીને પી લો. ફકત 2 અઠવાડીયા સુધી આ પાણીનું સતત સેવન કરવાથી તમે તમારા શરીરમાં ફરક જોઈ શકશો.