Connect Gujarat
આરોગ્ય 

રોજ પીવો 1 ગ્લાસ તજનું પાણી, અનેક બીમારીઓ રહેશે તમારાથી કોસો દૂર, જાણો ફાયદા.....

તજ એંટીબાયોટીક ગુણોથી ભરપૂર છે અને તેમાં મળતા એંટીઓક્સિડેંટ્સ શરીરને ઓક્સિડેટિવ ડેમેજથી દૂર કરે છે.

રોજ પીવો 1 ગ્લાસ તજનું પાણી, અનેક બીમારીઓ રહેશે તમારાથી કોસો દૂર, જાણો ફાયદા.....
X

તજ રસોઈનો એક મસાલો છે. જેને ખાસ કરીને ભોજનમાં નાખવાથી સ્વાદ અને સુગંધ વધારી દે છે. પરંતુ શું તમને ખબર છે કે તજમાં અનેક પ્રકારના પોષક તત્વો પણ આવેલા હોય છે. તજ એંટીબાયોટીક ગુણોથી ભરપૂર છે અને તેમાં મળતા એંટીઓક્સિડેંટ્સ શરીરને ઓક્સિડેટિવ ડેમેજથી દૂર કરે છે. સાથે સાથે નુકશાન કરનારા ફ્રી રેડિકલ્સથી પણ છુટકારો આપે છે. તજ એંટીન્ફ્લેમેટરી ગુણનો ભંડાર છે. તો જાણો તજનું પાણી પીવાના ફાયદાઓ..

હાર્ટને રાખે છે હેલ્ધી

· તજનું પાણી પીવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે. તેને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને બીપી ઓછું થવામાં મદદ મળે છે.

ઇમ્યુનિટી મજબૂત થાય છે

· શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે તજનું સેવન કરવું જરૂરી છે. તેમાં એંટીમાઇક્રોબિયલ અને એંટીવાયરલ ગુણ આવેલા હોય છે. જે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને ઇન્ફેકસન અને બીમારીથી બચાવે છે.

પાચનમાં ઉપયોગી

· પેટની અનેક પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે તજનું પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ પાણી પીવાથી ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અને અપચા જેવી અનેક સમસ્યાથી છુટકારો મળી જાય છે.

સ્કીન માટે છે ફાયદારક

· તજનું પાણી પીવાથી સ્કીનની હેલ્ધ સારી રહે છે. તેમાં રહેલા ઇન્ફ્લેમેટરી ગુણ સ્કિનના એકને અને ફોલ્લીઓની સમસ્યાને દૂર રાખે છે.

કેમ બનાવવું તજનું પાણી?

તજનું પાણી બનાવવા માટે બે દાંડી તજની લઈને તેમાં 4 કપ પાણી ઉમેરો, હવે તેને મિક્સ કરીને ગેસ ઉપર ચઢાવીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. ત્યાર બાદ આ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને બરાબર હલાવો. તેને ઠંડુ કે ગરમ કરીને પી શકાય છે. ધ્યાન રાખો કે જરૂર કરતાં વધારે તેનું સેવન ના કરવું જોઈએ.

Next Story