/connect-gujarat/media/media_files/2025/11/09/hot-water-2025-11-09-12-59-23.jpg)
હૂંફાળું પાણી આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે, પરંતુ જો તેમાં લીંબુ અને મધ ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે.
હેલ્થ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાલી પેટે હૂંફાળું પાણી સાથે લીંબુ અને મધ પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચયાપચય મજબૂત બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. વિટામિન-Cથી ભરપૂર લીંબુ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જ્યારે મધ એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે, જે શરીરને અંદરથી શુદ્ધ બનાવે છે.
આ પીણું ચમકતી અને હેલ્ધી ત્વચા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે તે કોલેજનનું સ્તર વધારે છે. લીંબુ-મધવાળું પાણી હૃદય અને લીવર માટે ફાયદાકારક છે, કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને લીવરથી ચરબી તથા અશુદ્ધિઓ દૂર કરે છે. સવારે હૂંફાળું પાણી પીવાથી શરીરમાં ઊર્જા વધે છે અને દિવસભર તાજગી અનુભવાય છે.
ડોક્ટરો સલાહ આપે છે કે આ પીણું ખાલી પેટે પીવું જોઈએ. તેને બનાવવાની રીત પણ સરળ છે—હૂંફાળા પાણીમાં અડધી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવો અને સ્ટ્રો વડે પીવો, જેથી દાંત પર ખાટાશનો અસર ન પડે.