શિયાળામાં ફાટેલી એડીનો સરળ ઉપચાર: મુલાયમ ત્વચા માટે રાત્રે આ ઉપચાર ટ્રાય કરો

શિયાળાની ઋતુ શરૂ થતાં જ બહુ લોકોને પગની એડી ફાટવાની સમસ્યા તીવ્ર બની જાય છે. ધૂળ–માટી, ગંદકી, વધારે ઘસારું, પાણીમાં વધારે સમય રહેવું અને ત્વચાની શુષ્કતા આ બધાં કારણો પગના વાઢિયાને વધારે ગંભીર બનાવી દે છે.

New Update
heels

શિયાળાની ઋતુ શરૂ થતાં જ બહુ લોકોને પગની એડી ફાટવાની સમસ્યા તીવ્ર બની જાય છે.

ધૂળ–માટી, ગંદકી, વધારે ઘસારું, પાણીમાં વધારે સમય રહેવું અને ત્વચાની શુષ્કતા આ બધાં કારણો પગના વાઢિયાને વધારે ગંભીર બનાવી દે છે. ઘણી વખત એડી એટલી ફાટી જાય છે કે મોજાં કે ધાબળામાં ફસાઈ જાય છે, જેનાથી રોજિંદા કામ દરમિયાન વધુ દુખાવો થાય છે. બજારમાં મળતી અનેક ક્રીમો હોવા છતાં લાંબી રાહત મળતી નથી, કારણ કે મૂળ સમસ્યા શુષ્કતા અને ગંદકી છે. રાત્રે સૂતા પહેલા થોડાં મિનિટ પોતાની પગની સંભાળ માટે કાઢશો, તો થોડાં જ દિવસોમાં ફાટેલી એડી ફરી નરમ અને મુલાયમ બની જશે.

1. નવશેકાં પાણીથી પગને સોક કરો
સૌ પ્રથમ એક ટબમાં નવશેકું પાણી ભારો. તેમાં થોડું મીઠું અને થોડા ટીપાં શેમ્પૂ ઉમેરો. હવે પગને 5 થી 10 મિનિટ સુધી આ પાણીમાં ડૂબાડીને રાખો. આ પ્રક્રિયા પગની ગંદકી, ધૂળ અને કડકાઈ દૂર કરવામાં મદદ કરે છે. ત્યારબાદ સ્ક્રબર વડે એડીને હળવેથી ઘસો જેથી મરી ગયેલી અને સૂકી ત્વચા દૂર થઈ જાય.

2. પગને ઊંડાણપૂર્વક મોશ્ચરાઇઝ કરો
સાફ કર્યા પછી નાળિયેર તેલ અને ગ્લિસરિનનું મિશ્રણ તૈયાર કરો અથવા પછી સારી ગુણવત્તાની કોઈ ફૂટ ક્રીમનો ઉપયોગ કરો. આ મિશ્રણ પગની એડી પર લગાવી હળવી માલિશ કરો. આથી શુષ્કતા દૂર ઊંડે સુધી પહોંચી તિરાડોને પુરવામાં મદદ મળે છે.

3. સુવાથી પહેલાં સુતરાઉ મોજાં પહેરો
માલિશ કર્યા પછી પગ પર સુતરાઉ મોજાં પહેરો. મોજાં પહેરવાથી ભેજ રોજબરોજ ટકાઈ રહે છે અને ક્રીમ અથવા તેલ એડીમાં સારી રીતે શોષાઈ જાય છે. સવારે ઊઠતાં જ પગ વધુ નરમ અને કોમળ લાગશે.

આ સરળ રાત્રિદિનચર્યા રોજ કરો, તો શિયાળામાં ફાટેલી એડીની સમસ્યાથી કુદરતી રીતે છુટકારો મેળવી શકશો.

Latest Stories