Connect Gujarat
આરોગ્ય 

કમરની આસપાસ જમા થઇ ગઇ છે ચરબી? તો દરરોજ આ નાનકડું કામ કરો, મસલ્સ મજબૂત બનશે

તમારા કમરની આસપાસ ચરબી જામી ગઇ છે તો તમે આ યોગ કરવાનું શરૂ કરી દો. તો જાણો આ વિશે વધુમાં..

કમરની આસપાસ જમા થઇ ગઇ છે ચરબી? તો દરરોજ આ નાનકડું કામ કરો, મસલ્સ મજબૂત બનશે
X

યોગ એટલે મન અને શરીરને ફિટ રાખવાની સરળ રીત. નિયમિત તમે યોગ કરો છો તો હેલ્થને લગતી અનેક સમસ્યાઓમાંથી તમે બચી શકો છો. હેલ્થ સારી રાખવા માટે યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તમને શરીરની અનેક બીમારીઓમાંથી બચાવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોને કમરની આસપાસ ચરબીના થર જામી જતા હોય છે. ચરબીને કારણે શરીર ખરાબ લાગે છે અને અમુક ટાઇપ્સના કપડા પહેરવામાં પણ શરમ આવતી હોય છે. આમ, તમારા કમરની આસપાસ ચરબી જામી ગઇ છે તો તમે આ યોગ કરવાનું શરૂ કરી દો. તો જાણો આ વિશે વધુમાં..

કોઇ પણ યોગ કરતા પહેલા તમારું ધ્યાન કેન્દ્રિત કરવુ ખૂબ જરૂરી છે. ઘ્યાન કેન્દ્રિત નહીં હોય તો શરીર પર ખરાબ અસર પડે છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમે સૌથી પહેલા મેટ પર પદ્માસનની સ્થિતિમાં બેસી જાવો. પછી ગરદનને સીધી રાખો અને બન્ને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરીને હાથની ઉઠાવો અને સ્ટ્રેચ કરો. પછી 10 ગણ્યા પછી હાથને નીચે કરો અને રિલેક્સ થઇ જાવો. ત્યારબાદ ઊંડા શ્વાસ લો અને આંખો બંધ કરીને ઓમ શબ્દનું ઉચ્ચારણ કરો. આ માટે તમે વિડીયો પણ જોઇ શકો છો.

પહેલો અભ્યાસ:-

સૌથી પહેલાં તમે બન્ને પગને ફેલાવો અને પછી એક હાથથી કાનની ટચ કરીને આકાશની જેમ સીધા કરો. બીજા હાથ નીચેની તરફ સીધા રાખો. હવે ગણતરીની સાથે ફરી એક વાર નમો અને પછી હાથની પોઝિશન બદલતા બીજી તરફ નમો. આવું તમારે 20ની ગણતરી સુધી કરવાનું રહેશે.

બીજો અભ્યાસ:-

તમારા થાઇના મસલ્સ મજબૂત કરવા માટે આ અભ્યાસ કરી શકો છો. બન્ને પગને થોડા ફેલાવો અને ઉભા થઇ જાવો. હવે બન્ને હાથને આગળની તરફ ફેલાવો અને ફરી એક વાર ધૂંટણને નીચેની તરફ બેન્ડ કરો. ધ્યાન રાખો કે કમર સીધી હોવી જોઇએ અને નજર સામેની તરફ હોવી જોઇએ. આ પક્રિયા ઓછામાં ઓછી 10 વાર કરો.

ત્રીજો અભ્યાસ:-

બીજા અભ્યાસની જેમ તમે પોઝિશન બનાવો અને બન્ને પગને ફેલાવીને હાથથી એકબીજાને ઇન્ટરલોક કરીને ઉભા થઇ જાવો. પછી એક ધૂંટણે ફોલ્ડ કરો અને બેસવાની પોઝિશન બનાવો અને પછી ઝાટકાની સાથે પહેલા પોઝિશનમાં આવી જાવો. પછી બીજી દિશામાં ઘૂંટણને ફોલ્ડ કરીને બેસો અને પોઝિશનમાં બનાવો અને પછી પહેલી પોઝિશનમાં આવો. આ પક્રિયા 10 વાર કરો

ચોથો અભ્યાસ:-

આ અભ્યાસ પર્વતાસન અને ભુજંગાસનનું મિશ્રણ અભ્યાસ છે. આ કરવા માટે મેટ પર હથેળી અને પગના પંજા રાખતા શરીર પર પર્વત નુમા બનાવો. તમારી એડિઓને જમીન પર રાખો. તમારી નાભિને જોવાનો પ્રયાસ કરો. આ પક્રિયા 10 વાર કરવાની રહેશે.

Next Story