Connect Gujarat
આરોગ્ય 

ફાધર્સ ડે પર તમારા પિતાને આપો આ 5 ગિફ્ટ, જે ભવિષ્યમાં પણ આવશે કામ

આજે ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની તારીખ દર વર્ષે બદલાઈ છે કારણ કે ફાધર્સ ડે જૂનના ત્રીજા રવિવારે ઉજ્વવામાં આવે છે.

ફાધર્સ ડે પર તમારા પિતાને આપો આ 5 ગિફ્ટ, જે ભવિષ્યમાં પણ આવશે કામ
X

આજે ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની તારીખ દર વર્ષે બદલાઈ છે કારણ કે ફાધર્સ ડે જૂનના ત્રીજા રવિવારે ઉજ્વવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા પિતાને સારી એવિ ભેટ આપવા માંગતા હોવ તો તમે કપડાં, મોબાઇલ, કે બીજી ચીજ વસ્તુઓના બદલે તમે નાણાકીય વસ્તુઓ પણ ઉમેરી શકો છો. જેથી તેમણે પછીથી કોય સમસ્યાનો સામનો ના કરવો પડે.

અહી કેટલીક નાણાકીય ટિપ્સ છે જે તમે તમારા પિતાજીને ભેટ કરી શકશો.

· વધુ સારા સ્વાસ્થ્ય માટે આરોગ્ય વીમો

જો તમારા પિતા વૃધ્ધ છે તો તમે તેને આરોગ્ય વીમો ભેટમાં આપી શકો છો. વૃધ્ધો માટે સ્વાસ્થ્ય વીમો મેળવવો સહેલો નથી. પરંતુ જો ભેટના સ્વરૂપે આપવામાં આવે તો તે જરૂરિયાતના સમયે કામમાં આવશે અને તમારા તબીબી ખર્ચને ઘટાડશે. ઘણી કંપનીઓ તેમના વરિષ્ઠ નાગરિકોને તેમના સ્વાસ્થ્યની તપાસ કર્યા પછી સ્વાસ્થ્ય વીમો આપે છે.

· ઈમરજન્સી ફંડ બનાવવામાં મદદ કરો

ઈમરજન્સી ફંડ, નોકરી ગુમાવવી, મેડિકલ ખર્ચ, ઘર રીપેર વગેરે માટે વાપરી શકાય છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે તમે 1 થી 5 લાખ રૂપિયા બચાવી શકો છો. જો તમારી પાસે આ રકમ ના હોય તો તમે તમારા જોખમ લેવાની ક્ષમતાના આધારે ટૂંકા ગાળાના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અથવા બીજી કોઈ યોજનામાં રોકાણ કરી શકો છો. ઉપરાંત તમે SIP દ્વારા પણ થોડું રોકાણ કરી શકો છો.

· લોનની રકમ ચૂકવો

જો કોઈ લોન તમારા પિતાના નામે છે તો તે લોનની ચુકવણી બેસ્ટ ગિફ્ટ છે. તેનાથી તેનો આર્થિક બોજો ઓછો થશે.

· તમારા પિતાના નામે SIP શરૂ કરો

તમે તમારા પિતાને આર્થિક રીતે મજબૂત કરવા માટે SIP શરૂ કરી શકો છો. અને લાંબા ગાળાનું રોકાણ કરીને એક સારું ફંડ બનાવી શકો છો. જે તેમના ભવિષ્ય માટે ઉપયોગી બનશે.

· સલાહના આધારે નાણાકીય યોજના બનાવો

તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને તમારા પિતા માટે વ્યાપક રોકાણ યોજના પસંદ કરી શકો છો.

Next Story