અલ્ઝાઈમરની સમસ્યા કેમ થાય છે, આ રીતે દર્દીની સંભાળ રાખો
જો તમે અલ્ઝાઈમરથી પીડિત છો તો તમારે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ રોગમાં દર્દીની યાદશક્તિ એટલી નબળી થઈ જાય છે કે તેને કંઈપણ ઓળખવાની સમજ નથી હોતી. તે પોતાની જરૂરી વસ્તુઓ પણ ભૂલી જવા લાગે છે.

ઘણીવાર તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું જ હશે, તેઓ કોઇપણ કામ કરવાનું , યાદ રાખવાનું વારંવાર ભૂલી જવાની ટેવ હોય છે. તો લોકો ને આ અલ્ઝાઈમરની નિશાની હોઈ શકે છે. આ એક મગજનો રોગ છે જેમાં વ્યક્તિની વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતા ઘટી જાય છે. આ રોગમાં યાદશક્તિ પ્રભાવિત થાય છે.
એવું માનવામાં આવે છે કે વૃદ્ધો અલ્ઝાઈમરથી વધુ પીડાય છે, પરંતુ હવે યુવાનો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. આ રોગની સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો સ્થિતિ વધુ બગડતી જશે.
આ રોગ વિશે ઘણા સંશોધનો થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે 30 કે 40 વર્ષની વયના લોકોને પણ આ રોગ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ રોગની શોધ સૌપ્રથમ 1906 માં જર્મન મનોવિજ્ઞાની અને ન્યુરોલોજિસ્ટ એલોઈસ અલ્ઝાઈમર દ્વારા કરવામાં આવી હતી. તેથી જ આ રોગનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
અલ્ઝાઈમરના લક્ષણો :-
· વિચારવાની શક્તિ ગુમાવવી
· કોઈપણ નિર્ણય પર પરેશાની
· મૂડમાં ફેરફાર
· સ્વચ્છતાનો અભાવ
· કંઈપણ ઓળખવામાં કે ભૂલી જવામાં મુશ્કેલી.
અલ્ઝાઈમરથી પીડિત વ્યક્તિની આ રીતે કાળજી લો :-
- આ રોગથી પીડિત વ્યક્તિને ધૂમ્રપાન કરવાથી રોકવાનો પ્રયાસ કરો. જો તેઓ આલ્કોહોલ, સિગારેટ કે કોઈ નશાના વ્યસની હોય તો આ આદત જલદીથી છોડો.
- અલ્ઝાઈમરના દર્દીને એકલા ન છોડો નહીંતર આ સમસ્યા વધુ વધી શકે છે. તેમની સાથે વાત કરો, તેઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરો.
- દર્દીને કસરત કરાવો. તેનાથી શરીરની સાથે મન પણ સક્રિય રહેશે. ધ્યાન પણ કરાવો, તેનાથી વધુ ફાયદો થશે.
- પીડિતને એન્ટીઑકિસડન્ટ પીણાં આપો. તે મનને શાંત રાખવામાં મદદ કરે છે. તેમને ગ્રીન ટી અથવા ફ્રૂટ જ્યુસ આપવાનું ધ્યાન રાખો.
- અલ્ઝાઈમરના દર્દીએ લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.